ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગ સહાય , GUEEDC Scholarship Apply, EWS Scholarship


GUEEDC યોજનાગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શન

ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (OBC) ઉપરાંત બિન અનામત વર્ગ (General / EWS) ના વિદ્યાર્થીઓ માટે પણ ખાસ યોજના ઉપલબ્ધ છે.

યોજનાઓ Gujarat Unreserved Educational & Economical Development Corporation (GUEEDC) દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.


 

ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગ સહાય , GUEEDC Scholarship Apply, EWS Scholarship


GUEEDC શું છે?

GUEEDC ગુજરાત સરકારની સંસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ અને નાગરિકોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે સહાય આપવાનો છે.

 


GUEEDC યોજનાઓની યાદી (Yojana List)

 Education Schemes

·         શિષ્યવૃત્તિ યોજના

·         ઉચ્ચ અભ્યાસ માટે લોન યોજના

·         વિદેશ અભ્યાસ લોન યોજના

 

Coaching & Training Schemes

·         કોચિંગ સહાય યોજના

·         NEET / JEE / GUJCET માટે કોચિંગ સહાય

·         સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ યોજના

 

Economic & Employment Schemes

·         સ્વરોજગાર યોજના

·         ગ્રેજ્યુએટ ડોક્ટર, વકીલ અને ટેકનિકલ ગ્રેજ્યુએટ માટે વ્યાજ સહાય

·         Food Bill Sahay યોજના




GUEEDC (Eligibility Criteria) યોજના માટે લાયકાત

·         વર્ગ : બિન અનામત વર્ગ (General / EWS)

·         વાર્ષિક આવક મર્યાદા : યોજના મુજબ ₹4,50,000 થી ₹6,00,000

·         ઉંમર મર્યાદા : 18 થી 50 વર્ષ (યોજનાનુસાર ફેરફાર થઈ શકે)


 

જરૂરી દસ્તાવેજો (Required Documents)

·         આધાર કાર્ડ

·         શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)

·         જન્મ તારીખનો પુરાવો (DOB Certificate)

·         બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર

·         છેલ્લી તમામ માર્કશીટ / શૈક્ષણિક પ્રમાણપત્રો

·         વાર્ષિક આવકનું પ્રમાણપત્ર

·         બેંક ખાતાની વિગતો (આધાર સાથે લિંક હોવી જરૂરી)

·         પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

·         સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી

લાગુ પડે તો

·         કોચિંગ સંસ્થાનું પ્રમાણપત્ર

·         પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર

 


 

GUEEDC યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

How To Apply Online

1.   સૌ પ્રથમ www.gueedc.gujarat.gov.in વેબસાઇટ ખોલો

2.   તમે જે યોજનામાં અરજી કરવા માંગો છો તે પસંદ કરો

3.   યોજનાની સંપૂર્ણ માહિતી અને લાયકાત ચેક કરો

4.   Apply Nowપર ક્લિક કરો

5.   મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડથી રજીસ્ટ્રેશન કરો

6.   લોગિન કર્યા પછી:

o    વ્યક્તિગત માહિતી

o    શૈક્ષણિક વિગતો

o    આવક અને સરનામાની માહિતી ભરો

7.   જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

8.   તમામ માહિતી ચેક કરીને અરજી સેવ કરો

9.   અરજીની પ્રિન્ટ કાઢી રાખો

 


 

GUEEDC Application Status

અરજી મંજૂર થયા બાદ સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
માટે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે.


 

GUEEDC Helpline Number

Gujarat Unreserved Educational & Economical Development Corporation

📍 સરનામું:
Block No. 2, 7th Floor, D-2 Wing,
Karmyogi Bhavan, Sector 10-A,
Gandhinagar – 382010

📞 સંપર્ક નંબર:
079-23258688
079-23258684


 

મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

·         Official Website : www.gueedc.gujarat.gov.in


 

GUEEDC FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

પ્રશ્ન: GUEEDC અરજી ઓફલાઈન કરી શકાય છે?
જવાબ: ના, અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી કરી શકાય છે.

 

પ્રશ્ન: GUEEDC નો હેલ્પલાઇન નંબર શું છે?
જવાબ: 079-23258688 / 079-23258684

 

પ્રશ્ન: અરજી ક્યારે કરવાની હોય છે?
જવાબ: શિષ્યવૃત્તિ અને યોજનાઓ અંગેની જાહેરાત ન્યૂઝપેપર અને વેબસાઇટ પર આપવામાં આવે છે.


 

Tags

Post a Comment

0 Comments