મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના:- ઘણા વિધાર્થીઓ ની
આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે પોતાનો ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા એ
વિધાર્થીઓ માટે MYSY
Scholarship એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
આશીર્વાદરૂપ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની
મદદથી જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એ વિધાર્થી
પોતાનો અભ્યાસ કરી શકે છે આ યોજનાનો લાભ લેવા માટે એમાં આવક,શેક્ષણિક લાયકાત,વગેરે શરતો સામેલ છે જેની માહિતી આપણે મેળવીશું.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં
અરજી કરવા માટે જે અભ્યાસ માં પ્રવેશ લેતા હોય એ મુજબની લાયકાત હોવી જરૂરી છે જેની
વિગતવાર માહિતી આપણે મેળવીશું MYSY Scholarship Apply 2023 માટે ધોરણ 10,ધોરણ 12,અથવા ડિપ્લોમા થી ડિગ્રી માં પ્રવેશ લીધેલા હોવા જોઈએ. દર વર્ષે MYSY નો લાભ ચાલુ રાખવા માટે રીન્યુ કરવું જરૂરી છે જો તમે પ્રથમ વર્ષ
ફોર્મ એટલે કે અરજી કરવાનું ચુકી ગયા હોય તો બીજા વર્ષે પણ અરજી કરી શકો છો
MYSY Scholarship 2023-24: Online Registration & Renew Form, Eligibility,Last Date,Status
- MYSY શિષ્યવૃતિ યોજના શું છે?
- What Is MYSY Scholarship 2024?
MYSY Yojana Gujarat માં વિધાર્થીને કોર્સ મુજબ 25000 થી લઇ 500000 સુધી સહાય મળે છે જેમાં કોર્સમાં Diploma.Degree.Diploma To Degree,Ug
Courses,Engineering,Pharmacy,Paramedical,Medical,Agriculture, વગેરે માં સહાય મળે છે
MYSY યોજનાની માહિતી
MYSY Scholarship
Information
યોજનાનું
નામ |
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના |
લાભ
લેનાર |
ગુજરાતમાં
ભણતા વિધાર્થીઓ |
ઉદ્દેશ્ય |
આર્થિક
રીતે નબળા વિધાર્થીઓને શિષ્યવૃતિ ની તકો આપવી |
Website |
mysy.guj.nic.in |
રાજ્ય |
ગુજરાત |
અરજી
માધ્યમ |
ઓનલાઇન |
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેની લાયકાત
MYSY Scholarship
Eligibilty Criteria
MYSY Gujarat 2023 શિષ્યવૃતિ માટે અરજી કરતા
પેહલા ઉમેદવારો એ તપાસ કરી લેવી કે પોતે લાયકાત ધરાવે છે કે નહીં આ શિષ્યવૃત્તિ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી,પેરામેડિકલ,ડિપ્લોમા, B.Sc, B.Com, BA, BBA અને BCA અભ્યાસક્રમો માટે લાગુ પડે છે જેની માહિતી વિગતવાર જોઈએ
- · મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં અરજી
કરતા ઉમેદવાર રાજ્યમાં રહેતો હોવો જોઈએ
- · ધોરણ 10 ઉપર ડિપ્લોમા કોર્સ, ધોરણ 12 ઉપર ડિપ્લોમા, એન્જીનીયરીંગ
અને ફાર્મસી,પેરામેડિકલ કોર્સ કરી રહેલા અરજદારોએ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઓછામાં ઓછા 80 PR ગુણ
મેળવ્યા હોવા જોઈએ.
- · Diploma To Degree માં પ્રવેશ લેતા વિધાર્થીને ઓછામાં ઓછા 65% હોવા જરૂરી છે
- · અન્ય બીજા કોઈ પણ સ્નાતક
કોર્સમાં પ્રવેશ લેતા વિધાર્થીઓને ધોરણ 12 માં મિનિમમ 80PR હોવા
ફરજીયાત છે
- · MYSY યોજના
માં અરજી કરતા ઉમેદવાર ની વાર્ષિક
આવક 6.00.000 થી
વધુ ના હોવી જોઈએ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં મળતી સહાય
MYSY Scholarship Rewards
and Benefits
રહેવા અને જમવા માટેની સહાય
MYSY Hostel Rewards
- જે વિધાર્થીને પોતાના વિસ્તારની
નજીક અભ્યાસ માટે પ્રવેશ ના મળે અને એ વિધાર્થી પોતાના તાલુકાની બહાર અભ્યાસ મેળવે છે એ વિધાર્થીને
રહેવા-જમવા માટે સહાય આપવામાં આવ છે
- જે વિધાર્થી સરકારી છાત્રાલય માં
પ્રવેશ મેળવ્યો હોય હોય એને મળવાપત્ર નથી
- વર્ષ દરમ્યાન કુલ 10 મહિના માટે દર મહિને 1200 રૂપિયા મળવાપત્ર છે
- એક વર્ષના કુલ 12000 રૂપિયા મળે છે
ખાસ સૂચના:-પ્રવેશ તમારા તાલુકાની બહાર હોવો જોઈએ અને
સરકારી હોસ્ટેલ માં રહેતા હોવા જોઈએ નહીં
પુસ્તકો/સાધન સહાય-MYSY Book Grants
- આ સહાય સરકારી અને ખાનગી
કોલેજમાં પ્પ્વેશ લેતા તમામ ભાઈ/બહેનો ને મળવાપત્ર છે
- આ સહાય ફક્ત એક જ વાર મળવાપત્ર
છે
- જે વર્ષ તમે પ્રવેશ લેતા હોય એ
વર્ષ પુસ્તકો/સાધન સહાય માટે તમે અરજી કરી શકો છો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અરજી પ્રકાર
Types Of MYSY Scholarship
Fresh Application:
જે વર્ષ તમે પ્રવેશ
મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ લીધા
પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એની થોડીક
શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
Delayed Application
જો તમ અરજી કરવાનું ચુકી
ગયા હોય તો Delayed Application
માં ફોર્મ ભરી શકો છો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અરજી કરવા માટેના જરૂરી
દસ્તાવેજો
MYSY Scholarship_ Required Documents
- આધાર કાર્ડ
- ધોરણ 10 અથવા ધોરણ 12ની
પાસ કર્યાની માર્કશીટ
- ડિપ્લોમા અથવા ડિગ્રીમાં અભ્યાસ મળ્યો હોય તો પ્રવેશસમિતિ નો
લેટર
- જે પણ કોર્સમાં પ્રવેશ મેળવ્યો
હોય એનું પ્રૂફ
- ટયુશન ફી ભરી હોય એટલી તમામ
પહોંચ અથવા રિસીપટ
- સેલ્ફ ડિકલરેશન ઓરિજિનલ
- અરજદારના વાલીનું આવકનું
પ્રમાણપત્ર જે માન્ય હોય
- જે સંસ્થામાં કે કોલેજમાં પ્રવેશ
મેળવ્યો હોય એ સંસ્થાનું પ્રમાણપત્ર.
- છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો હોય
તો એનું પ્રમાણપત્ર અને ફૂડ બિલ ની પહોંચ
- બેંક પાસબુક
- ઇન્કમ ટેક્ષ રિટર્ન ની નકલ અથવા
આવકવેરાને પાત્રના થતા હોય તો એનું સેલ્ફ ડીક્લેરેશન
- જે પણ ઈનકમ ટેક્ષ રિટર્ન લગતા
હોય એ ફોર્મ ITR-1/ITR-2/ITR-3/ITR-4
- અરજદારનો ફોટોગ્રાફ
- સક્રિય મોબાઇલ નંબર
- VALID ઇમેઇલ ID
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેલ્પલાઇન નંબર અથવા ટોલ ફ્રી નંબર/ફરિયાદ નંબર
MYSY HELPLINE NUMBER
MYSY helpline numbers:-
079-26566000,7043333181
(10:30 AM to 6:00 PM)
આ યોજના વિષે કોઈ પણ
પ્રશ્ન ફરિયાદ કે માહિતી માટે ફકત કામકાજ ના દિવસોમાં કોલ કરવો
MYSY Scholarship Application Process
How To Apply MYSY Scholarhip Gujarat?
- · મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે MYSY ની Website mysy.guj.nic.in/ ની મુલાકાત લ્યો
- · MYSY Website માં એન્ટર થયા પછી તમને Login/Register 2023-24 નું Option જોવા મળશે એના પર ક્લિક કરવું
- · MYSY Login/Register 2023-24 માં ક્લિક કર્યા પછી ફ્રેશ અરજી પર ક્લિક કરવું
- · હવે નવું વિકલ્પ ખુલશે ત્યાં પ્રથમ વખત અરજી કરતા હોય એટલે પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
- · રજિસ્ટ્રેશનમાં હવે તમારું બોર્ડ,પાસ થયેલું વર્ષ,રોલ નંબર મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે અને ત્યાર પછી પાસવર્ડ મેળવવાનો રહેશે
- · પાસવર્ડ તતમને તમારા મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી માં મોકલવામાં આવશે
- · હવે ફરીથી લોગીન કરો અને પાસવર્ડ દાખલ કરો
- · પાસવર્ડ નાખ્યા પછી તમારું લોગીન થઇ જશે
- · હવે તમારી આગળ ફ્રેશ અરજીનું પેજ ખુલશે એમાં માંગેલી તમામ માહિતી જેવી કે,તમારી પર્સનલ માહિતી,શેક્ષણિક માહિતી,હોસ્ટેલ માહિતી,આવક ની માહિતી,પ્રવેશ મેળવેલ કોલેજની માહિત ફીલ કરવાની રહેશે
- · ત્યાર પછી માંગેલા ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- · તમામ માહિતી એકવાર બરાબર ચેક કર્યા પછી લાસ્ટ માં અરજી સબમિટ કરવાની રશે
- · અરજી સબમિટ કર્યા પછી હેલ્પસેન્ટર પર જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે
Gujarat MYSY Apply 2023
Mukhyamantri Yuva Swavalamban Yojana
MYSY List Of Department
Note:- જાહેર રજાના દિવસો દરમ્યાન જવું નહીં
ડિપાર્ટમેન્ટ અને ઑફિસના
સમય દરમ્યાન જ સંપર્ક કરવો
Department Name |
Address |
Technical
Degree |
ACPC,
Room 119 Admission Building, L. D. Engineering College Campus, Navrangpura,
Ahmedabad |
Diploma |
ACPDC,
Room 125 Admission Building, L D Engineering College Campus, Navrangpura,
Ahmedabad |
Higher
Education |
2
nd Floor, Block No-12, Dr. Jivraj Mehta, Gandhinagar |
Medical
Department |
GMERS
Medical College, Civil Hospital Campus, Near Pathikasharam,Sector -12
Gandhinagar - 382 012 |
Office
Of Director AYUSH (Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and
Homoeopathy) |
State
Model Ayurved College SMIAS Campus, Admin Bhawan, Ground Floor Kolavada,
Gandhinagar, Gujarat, 382028 |
Veterinary |
Directorate
of Animal Husbandry, 2nd Floor, BWing, Krushi Bhavan, 10-A Gandhinagar,
Sector 10, Gandhinagar, Gujarat |
Agriculture |
Krishi
Bhavan, Sector-10/A, Podium Level, Gandhinagar-382010 |
Nursing(B.sc) |
MYSY
Cell (Medical and Para medical), Ground Floor, Near Admission cell B.J.
Medical college, New Civil Hospital Campus, Asarwa, Ahmedabad-380016 |
Nursing(ANM
& GNM) |
MYSY
Cell (Medical and Para medical), Ground Floor, Near Admission cell B.J.
Medical college, New Civil Hospital Campus, Asarwa, Ahmedabad-380016 |
Technical
Education Department |
Karmyogi
Bhavan, Block No-2,6th Floor, Sector- 10-A, Gandhinagar |
MYSY Help Center:-
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કર્યા બાદ હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું ફરજીયાત છે
MYSY Help Center List-Click Here
MYSY Scholarship Apply Gujarat 2023
Important Link
Official Website |
|
Fresh Application |
|
Renew Application |
|
Delayed Application |
|
HelpCenter List |
MYSY FAQ
મુખ્યમંત્રી
યુવા સ્વાવલંબન યોજના FAQ
પ્રશ્ન:-મુખ્યમંત્રી
યુવા સ્વાવલંબન યોજના ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:-
ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:-મુખ્યમંત્રી
યુવા સ્વાવલંબન યોજના નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:-
પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને
શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:-MYSY YOJANA માં અરજી કરવા માટે વાર્ષિક આવક
મર્યાદા શું છે?
જવાબ:-
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે અરજદારની કુટુંબની
વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ છે
પ્રશ્ન:-MYSY સહાય ની જાણ અરજદારને કઈ રીતે કરવાં
આવે છે?.
જવાબ:-
સહાય ની જાણ અરજદાર ને SMS
દ્વારા માહિતી મોકલવામાં આવે છે